વાંચન પગલા (Small Size)

50.00

SKU: Z-25 Categories: ,

Description

વિશેષતાઓ

બાળકોને વાંચતા શીખવવા માટે પ્રજ્ઞા અભિગમ પ્રમાણે (વાંચન પગલાં) તથા કક્કા અને બારાક્ષરીના ક્રમમાં (વાંચનમાળા) ૧૦૦ ટકા બાળ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે.

ભાષાશિક્ષણના પાયાનાં ચાર કૌશલ્યો : શ્રવણ, કથન, વાંચન અને લેખન પૈકી વાંચન કૌશલ્યના સંપૂર્ણ અભ્યાસક્રમને આ પુસ્તકોમાં આવરી લેવામાં આવ્યો છે.

બાળકના શીખવાના ક્રમને ધ્યાનમાં રાખીને  તે મુજબ સૌ પ્રથમ મૂળાક્ષરોનું વાંચન, પછી સાદા શબ્દોનું વાંચન, ત્યારબાદ વાક્યોનું વાંચન, ફકરાનું વાંચન અને છેલ્લે વાર્તાનું આરોહ-અવરોહ સાથેનું વાંચન એમ ક્રમબદ્ધ ગોઠવણી કરવામાં આવી છે.

બાળકોને દ્રઢીકરણ થાય તે માટે વધુમાં વધુ શબ્દોનો મહાવરો આપવામાં આવ્યો છે.

આ પુસ્તકમાં આપવામાં આવેલા શબ્દો, વાક્યો તથા ફકરાંઓમાં પાઠ્યક્રમનાં મૂળાક્ષરો, માત્રાઓ જે બાળક હજુ શીખ્યો નથી એ આગળ આવી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અભ્યાસક્રમની ક્રમબદ્ધ  રચના કરવામાં આવી છે.

આ પુસ્તકોમાં વિષયવસ્તુને અનુરૂપ રંગીન તથા આકર્ષક ચિત્રોને આબેહૂબ રજૂ કરવામાં આવ્યાં છે. વાંચનયાત્રામાં પા…પા પગલી કરતાં નાનાં બાળકો સુંદર રંગીન ચિત્રોને જોઈને વિષયવસ્તુ સાથે જોડાણ અનુભવશે. આ રીતે તે ઝડપથી વાંચવાનું શીખી શકશે.

Reviews

There are no reviews yet.

Be the first to review “વાંચન પગલા (Small Size)”

Your email address will not be published. Required fields are marked *

Add to cart